garvi gujarat ના અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતની દુનિયાના મહાન સ્તંભ

 











ગુજરાતી સુગમ સંગીતના પ્રણેતા garvi gujarat  ના અવિનાશ વ્યાસ....

અમદાવાદમાં સંસ્કારી નાગરી નાતમાં જન્મેલા બાળક અવિનાશે ઘોડિયે હીંચોળતાં માતા મણિબહેનના ધુર કંઠે ગવાયેલાં ભાવભર્યાં ભજનો ગળથૂથીમાં જ પીધાં હોય તેમ બાળપણથી ગાવું તેમને માટે સહજ હતું. જીવનભર તેમને માટે સંગીત આરાધ્યદેવ સમું બની રહ્યું.

જુવાનીમાં તેમને ક્રિકેટનો શોખ જાગ્યો. સારું ક્રિકેટ રમવા છતાં એમણે ક્રિકેટને કારકિર્દી તો ન બનાવી, પણ ક્રિકેટનો શોખ તેમને મૅચ જોવા મુંબઈ લઈ ગયો અને મુંબઈની એ મુલાકાત તેમના જીવનમાં ઉપકારક થઈ પડી. તે દરમ્યાન મુંબઈની નવી નૅશનલ ગ્રામોફોન કંપની સાથે કોઈ શુભ પળે એવો મેળ પડી ગયો કે તેમનાં ગીતનાં રેકોર્ડિંગ થવા માંડ્યાં. અવિનાશ વ્યાસ એ દિવસોમાં અવેતન રંગભૂમિના અભિનયકાર હતા. અભિનય ઉપરાંત સુમધુર કંઠને કારણે તેમને વન્સમોર મળતો. તેમનું નાટક હોય ત્યારે થિયેટરમાં ઓડિયન્સ ફુલ હોય. ગૂર્જરેશ્વર’, ‘બળતો દવ’, ‘જ્વલંત વાળા’, ‘શંકિત હ્રદયવગેરે નાટકોમાં અવિનાશે ભૂમિકાઓ કરેલી.

garvi gujarat  ના અવિનાશભાઈનાં ગીતની પહેલી રેકર્ડ ૧૯૪૦માં ઊતરી. ઑલ ઇન્ડિયા રેડિયો પરથી તેમનાં ગીતો પ્રસરવા માંડ્યો. અવિનાશભાઈ મુંબઈ ગયા. મુંબઈમાં તેઓ કનૈયાલાલ મુનશીના સંપર્કમાં આવ્યા. એમણે અવિનાશભાઈની શક્તિ પારખી લીધી અને ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં. અવિનાશભાઈએ તેમનું સૌપ્રથમ બૅલે જય સોમનાથનું અહીં સર્જન કર્યું.

આ ઉપરાંત garvi gujarat  ના અવિનાશભાઈને ઇન્ડિયન નેશનલ થિયેટર અને યોગેન્દ્ર દેસાઈનો સાથ સાંપડ્યો અને પછી તો એક પછી એક યાદગાર સર્જનો તખ્તા પર ભજવાતાં ગયાં. નરસૈંયો’, ‘રાસદુલારી’, ‘આમ્રપાલી’, ‘મીરાં. અને જેસલ-તોરલજેવી અનેક નૃત્યનાટિકાઓ મુંબઈના ગુજરાતીઓને માણવા મળી. એ વખતની પરંપરા કરતાં અવિનાશભાઈની આ નૃત્યનાટિકાઓનું સ્વરૂપ તદ્દન નવું જ હતું. અવિનાશભાઈની કારકિર્દીનો અથવા સર્જનકાળનો આ ઉત્તમ સમય હતો. એમનાં શબ્દ અને બંદિશની ખૂબી રચનાની સરળતામાં હતી. એટલે જ તો એમનાં ગીતો સહેજે લોકજીભે ચડી જતાં અને અવિનાશ લોકહૈયે જડાઈ જતા. અવિનાશભાઈનાં ચીનમાં શબ્દની સરળતા, ગેય તત્ત્વ ઉપરાંત મસ્તી હતી !

તારી બાંકી રે પાધલડીનું ફૂમતું રે મને ગમતું રે

આ તો કહું છું રે પાતળિયા તને અમથું.

અને પેલું જેસલ તોરલનું ભજન...

કી રે ધખાવી બેલી, અમે તારા નામની..."

આવી તો કાંઈ કેટલીય રચનાઓ એમની કલમમાંથી સર્જાઈ છે. ૧૭૫ ગુજરાતી સહિત ૨૫૦ ઉપરાંત ફિલ્મોમાં સંગીતદિગ્દર્શન એમણે આપ્યું છે. દસેક જેટલાં ગીત-ગરબા-કાવ્યસંગ્રહો એમણે આપ્યાં છે.

મહાસતી અનસૂયા’- એમણે પ્રથમ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું. પણ થયું એવું કે એ ફિલ્મ પર ડિસ્ટ્રિબ્યુટર્સ હાય ચૂકવા તૈયાર ન હતા. ફિલ્મ બ્રેઈને કહે કે આ ના ચાલે. 

garvi gujarat  ના અવિનાશભાઈ ભારે નિરાશ થયા. પહેલી ફિલ્મ જ નિષ્ફળ જશે? હૈયે ધ્રાસકો પડ્યો. એ અરસામાં તેમને અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં બાળપણ વીતેલું એટલે લંગોટિયા મિત્રોય ખરા. એમાંના એક હતા અંબાલાલ. અવિનાશભાઈને શ્વેતાં જ અબાલાલભાઈએ કહ્યું : કેમ ભાઈ, આમ દિવેલ પીધેલું મોં લઈને આવ્યા છો ?” અવિનાશભાઈએ વાત ટાળી, પણ દોસ્ત કાંઈ એમ છોડે ? વાત કઢાવી ત્યારે જ જંપ્યા. મહાસતી અનસૂયા'માં ડોકાતી નિષ્ફળતાની

શંકા વ્યક્ત કરી. આ નો કારકિર્દીનો સવાલ હતો.

અંબાલાલ એમને પરાણે અંબાજ લઈ ગયા. ત્યાં અંબાલાલ એમને મંદિરના ગર્ભદ્વારમાં ખેંચી ગયા. બાળક આ સાથે વાતો કરે એવી કાલીધેલી વાતોમાં માનો જાણે ઊધડો લીધો ! જૂની મેલી ટોપી, ફાટેલો કોટ

ઉતારીને ફેંકે. કહે : આ ટોપી નકામી થઈ ગઈ છે. કોટ ફાટી ગયો છે. આ બીડી પણ છેલ્લી છે. બહુ મોટી જગતની મા કહેવડાવે છે તે આ દીકરાને નવાં કોટ-ટોપી અપાવવાં છે કે નહીં ?” આમ કાલીધેલી વાણીમાં બોલતા જાય ને આંખમાંથી આંસુ વહેતાં જાય.

garvi gujarat  ના અવિનાશભાઈ તો આ જોઈ સડક થઈ ગયા. ભક્ત અને ભગવાનનો આવો નાતો તેમણે પહેલી વાર જોયો ! તે દિવસ હતો ભાઈબીજનો. બસ ! અવિનાશભાઈએ અંતરથી માની પ્રાર્થના કરી અને પ્રતિજ્ઞા કરી કે હવે તે કોઈ પણ સંજોગે ર ભાઈબીજે માનાં દર્શને આવશે. અનંત શ્રદ્ધા સાથે તે મુંબઈ પહોંચ્યા ને ..! શો ચમત્કાર થયો તે મહાસતી અનસૂયા' ખરીદાઈ ગઈ. રાઈટ્સ વેચાઈ ગયા અને ફિલ્મ પણ હિટ ગઈ. અવિનાશભાઈનું નામ પહેલી વાર હજારો થિયેટરોના પરદે ચમકી ગયું !

૧૯૪૮ના અરસામાં મુંબઈની ફિલ્મી દુનિયામાં રણજિત મૂવીટોન અને સરદાર ચંદુલાલનાં નામ સોળે કળાએ પ્રકાશતાં હતાં. અનેક સફળ હિન્દી ચિત્રોના ગુજરાતી સર્જક સરદાર ચંદુલાલે એક ગુજરાતી ફિલ્મ બનાવી ગુણસુંદરી’. રતિભાઈ પુનાતર તેના દિગ્દર્શક હતા. તે સમયે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, પ્રફુલ્લ દેસાઈ અને કવિ મનસ્વીનાં નામો ગુજરાતની રંગભૂમિ પર ગીતકાર તરીકે છવાયેલાં હતાં. એમની શબ્દરચનાઓની બંદિશ અવિનાશભાઈએ બાંધવાની હતી.   

garvi gujarat  ના અવિનાશભાઈ હારમોનિયમ પર બેઠા. એક પછી એક ગીત સંભળાવવા માંડ્યા. પણ વાત કાંઈ જામતી ન હતી. ગુણવંતરાય આચાર્યે કહ્યું : તમે પણ ગીત લખો છો ને ? અવિનાશભાઈ, તમારું પણ એકાદ ગીત સંભળાવો ને.' અવિનાશભાઈએ હારમોનિયમ પર ગીત છેડયું. વાત જામી ગઈ. આખરે અવિનાશભાઈ ગુણસુંદરીના ગીતલેખક અને સંગીતદિગ્દર્શક બન્યા. ગુણસુંદરી'નાં એકએક ગીત હિટ પુરવાર થયો. પછી આવ્યું મંગળફેરા’. એનું ગીત રાખનાં રમકડાંઆ રેકર્ડનું તો એવું ધૂમ વેચાણ થયું કે એ જમાનામાં એચ. એમ. વી. કંપનીએ દસ તોલાના વજનનો સુવર્ણચંદ્રક અને રૂ. ૩,૫૦૦ રોકડા અવિનાશભાઈને આપ્યા અને રણજિત મૂવીટોને એક ઑસ્ટિન મોટરકાર ભેટ આપીને એમની નવાજેશ કરી ! ત્યારબાદ એક પછી એક ફિલ્મ સર્જાતી ગઈ.ગીતકાર અવિનાશ આગળ છે કે સંગીતકાર અવિનાશ આગળ છે એ કહેવું મુશ્કેલ પડે તેવું પણ ક્યારેક બનતું.

garvi gujarat  ના અવિનાશભાઈને ૧૯૭૦માં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકાર તરફથી મળ્યો ત્યાર પહેલાં ૧૯૬૮માં જર્મન સરકાર તરફથી દેશના પ્રથમ હરોળના સાત બૅલે-સંગીત-તજ્ઞોને આમંત્રણ આવ્યું હતું. તે માટે જે સાત જણાની પસંદગી થઈ તેમાંના એક તેઓ પણ હતા. જર્મનીમાં સરસ કાર્યક્રમ થયો. ત્યાંના અધિકારીઓ પણ ખુશખુશ થઈ ગયા. સાતેય મહેમાનોને તેમણે સરકારી ખર્ચે યુરોપ ફેરવવાની ઇચ્છા દર્શાવી. સરકારી ઠાઠથી યુરોપયાત્રા કરવી કોને ન ગમે ? પણ ભાઈએ ના પાડી. બધાં પૂછે કે કેમ ના પાડો છો ? તો અવિનાશભાઈ કહે : દિવાળી એકદમ નજીક છે. મારો નિયમ છે કે ભાઈબીજને દિવસે માનાં દર્શન કરવાં. એ નિયમ પડે. મિત્રો કહે, પંદર દહાડા પછી જોઆવી તક થોડી જીવનમાં ફરી ફરી મળવાની છે ? પણ ભાઈએકના બે ન થયા. એ ધરાર એકલા પાછા આવી ગયા ને ભાઈબીજે અંબાજી ગયા.

અઠવાડિયા પછી ઇટાલીથી બાલુભાઈ પાઠકનો કૉલ આવ્યો : અહીં એક શિબિર કરવી છે. ઇટાલિયન ગીતોને ભારતીય સંગીતમાં ઢાળવાં છે ને ભારતીય ગીતોને ઇટાલિયન મ્યૂઝિકમાં બેસાડવાં છે. તૈયારી કરો-ટિકિટ મોકલું છું. અને અવિનાશભાઈ બે જ મહિનામાં ફરીથી યુરોપ ગયા. સરસ કાર્યક્રમ થયો અને ઇટાલીની સરકાર તરફથી તેમને આખું યુરોપ ફરવા મળ્યું ! ફરી આવી તક જિંદગીમાં નહીં મળેકહેનારા મિત્રોની આંખમાં પણ અવિનાશભાઈ માટે શ્રદ્ધાનો આદર છલકાઈ ગયો. સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકર તેમનાં ગુરુબહેન હતાં. મુંબઈમાં અલાદયાખાન પાસે લતા અને અવિનાશભાઈ સાથે સંગીત-સાધના કરતા. લતાજીને અવિનાશભાઈ માટે ખૂબ આદર હતો અને આશા ભોંસલેને તો ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર પહેલી વાર ગવડાવનાર જ

garvi gujarat  ના  અવિનાશભાઈ હતા. એ ગીત હતું :

કેમ રે વિસારી, ઓ વનના વિહારી, તારી રાધા દુલારીને કેમ રે વિસારી ?’»

આશા ભોંસલે તો ભાઈ નો બોલ પડે કે તરત સો કામ મૂકીને હાજર થઈ જાય. (અવિનાશભાઈના અંતરંગ વર્તુળમાં તે ભાઈના હુલામણા નામે ઓળખાતા.) લંડનની વાત છે. આલ્બર્ટ હૉલમાં આર. ડી. બર્મન નાઈટ' યોજાઈ હતી. લંડનમાં ગુજરાતી ઘણાં એટલે આશાએ બે-ત્રણ ગુજરાતી ગીતો પણ ગાયેલાં. એણે ગાયું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુંઅને તાળીઓના ગડગડાટથી આખા હોલનું વાતાવરણ ભરાઈ ગયું. આશાનો ભાઈ પ્રત્યેનો એવો આદર કે તાળીઓના ગડગડાટ-ઑડિયન્સના એ ભર્યા ભર્યા રિસ્પૉન્સ વચ્ચે એને ભાઈ જ યાદ આવ્યા. બીજી સવારે જ લંડનથી આશાનો કૉલ આવ્યો. ભાઈ, આજે ટિકિટ મોકલું છું. તરત નીકળી આવો. જુઓ, તમારા ગીત પર લોકો કેવા ફિદા છે. ના પાડશો નહીં. તમારી સૌ રાહ જોઈએ છીએ.

કાર્યક્રમ થોડા દિવસ ચાલવાના હતા. આશાનો આદર-પ્રેમ ભાઈને ઈંગ્લેન્ડ લઈ ગયો અને જાતે પંડે સઘળું માગ્યું ! ફિલ્મી ગીત- સંગીત સાથે એમનું ખૂબ મોટું પ્રદાન ગરબાઓનું પણ છે. ગુજરાતણને ગરબે ઘૂમતી અને ગાતી કરવામાં અવિનાશભાઈનો ફાળો ઘણો મોટો છે.

અમૂલ્ય છે.

  

Post a Comment

Previous Post Next Post