garvi gujarat ના ડૉ. હોમી ભાભા ભારતીય ન્યુક્લિયર વિજ્ઞાનના પાયાના શિલ્પી

 


 


ભારતમાં અણુશક્તિના પિતામહ garvi gujarat ના  ડૉ. હોમી ભાભા....

ઘોડિયે ઝૂલતી નાનકડો બાળક હોમી ખૂબ ઓછું ઊંધે છે, તેના માતાપિતાને ચિંતા થાય છે. બાળરોગના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવામાં આવે છે, કોઈને કશી ખબર પડતી નથી. પિતા સમૃદ્ધ હતા. બાળકને લઈને તેઓ ઇંગ્લેન્ડ જાય છે, ત્યાંના સુપ્રસિદ્ધ નિષ્ણાતે ઊંડી તપાસ બાદ અભિપ્રાય આપ્યો ઃ બાળક સંપૂર્ણ તંદુરસ્ત છે. એના નખમાંય રોગ નથી. એની ઓછી ઊંઘનું કારણ તેનું અતિપ્રવૃત્ત મગજ (સુપરએક્ટિવ બ્રેઈન) છે. ચિંતાનું કોઈ કારણ નથી.

આ બાળક તે ભારતના મહાન વિજ્ઞાની garvi gujarat ના ડૉ. હોમી ભાભા, પોતાના સુપર બ્રેઈનનો પરચો આપી ભારતમાં અન્ય ક્ષેત્રોને મુકાબલે ઓછાં ખેડાયેલાં વિજ્ઞાનક્ષેત્રોમાં આગવું પ્રદાન કરી, જગતભરમાં ભારતનું નામ રોશન કરનાર મહાન વિજ્ઞાની ડૉ. હોમી ભાભાને આજે પણ ભારતીય નાગરિકો ભારતમાં અણુશક્તિના વિકલ્પ તરીકે ઓળખે છે.

અંગ્રેજીનાં બાળકો માટે સ્થપાયેલી શાળામાં હોમીને અભ્યાસ કરવાની તક મળી. તેમની શાળાકીય કારકિર્દી ખૂબ ઉજ્જવળ હતી. ૧૯૨૪માં માત્ર પંદર વર્ષની ઉંમરે તેમણે સીનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી, સીનિયર કેમ્બ્રિજ થયા પછી તે મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને બાદમાં મુંબઈમાં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં દાખલ થયા, ત્યારે તેમની ઉંમર માત્ર સત્તરની હતી. ૧૯૨૭માં હોમીને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. વિદ્યાર્થી તરીકેની એમની ઉજ્જવળ કારકિર્દીને કારણે એમને અનેક ઉચ્ચ શિષ્યવૃત્તિઓ પણ મળતી રહી હતી. ૧૯૩૪માં તેમને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત થઈ. આ જ વર્ષે તેમને સર આઈઝેક ન્યુટન શિષ્યવૃત્તિ પણ મળી. તેમના સદ્ભાગ્યે તેમને ઝુરિચમાં પ્રો.પાઉલી, રોમમાં પ્રો. એનરિકો ફર્મ, યુટ્રેકટમાં પ્રો. ફેમર્સ અને કોપનહેગનમાં પ્રો. નીલ્સ બોર જેવા મહાન વિજ્ઞાનીઓના હાથ નીચે કામ કરવાની તક મળી હતી.

 ૧૯૩૯માં રૉયલ સોસાયટીએ એમને ડૉ. પ્રો.બ્લેકેટની માંચેસ્ટરમાં સ્થિત સંસ્થામાં વૈશ્વ કિરણો અંગેના સંશોધન માટે ખાસ નાણાં આપીને રોક્યા હતા, પરંતુ ૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે ભારત આવી બેંગલોરની હિંદી વિજ્ઞાનસંસ્થામાંપોતાનું સંશોધનકાર્ય આગળ ચલાવ્યું. માત્ર ૨૮ વર્ષની ઉંમરે વૈશ્વ કિરણો અંગેના પોતાના આગવા સંશોધનથી તેમણે વિજ્ઞાનજગતને આશ્ચર્ય પમાડ્યું હતું. ડૉ. ભાભાને અણુ-વિજ્ઞાનીઓની આગવી હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું. ભારતમાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં પ્રોફેસર બન્યા. ઈ.સ. ૧૯૪૨માં એમને ઍડમ્સ પ્રાઈઝ અને હોપકિન્સ પ્રાઈઝ મળ્યાં. ૧૯૪૫થી તેઓ મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચમાં ડિરેક્ટર અને સૈદ્ધાંતિક-ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક નિમાયા.

૧૯૪૭માં ૧૫મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર થયું. વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો અભિગમ વિજ્ઞાનલક્ષી હતો. ૨૬મી ઑગસ્ટે જ નવી દિલ્હીમાં એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી.

garvi gujarat ના ડૉ. ભાભાની અગત્ય સમજીને તેમને પણ એ મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે તેઓ બલર્ડ ઑફ રિસર્ચ ઇન એટોમિક એનર્જીના ચૅરમૅન હતા. તે બેઠકમાં તેમણે કહ્યું હતું : હવે નવા ઇતિહાસની શરૂઆત થાય છે. આપણે ઇચ્છીએ છીએ કે આપણો નવો ઇતિહાસ સુવર્ણમય બને. અણુવિજ્ઞાનનો વિકાસ અને તેનો ઉપયોગ રાષ્ટ્રને માટે અગત્યનો પ્રશ્ન છે. એને માટેની નવી નીતિને માટે શરૂઆતનાં થોડાં વર્ષોમાં ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એને માટે બીજાં રાષ્ટ્રો પાસે છે તેવું અણુ સંશોધન કેન્દ્ર ઊભું કરવું પડશે. વૈજ્ઞાનિક શક્તિ ધરાવતા છૂટાછવાયા માણસોને ત્યાં એકત્રિત કરી શકાશે.

તેમની આ લાગણી તો તેમની ઉમદા કૌટુંબિક ભાવનાઓમાં વણાયેલી હતી. આમ તો ૧૯૪૫માં ભારત પાછા આવી ગયા બાદ આ ક્ષેત્રમાં ક્ષમતા ધરાવતા અનેકોને તેઓ પ્રેરણા અને માર્ગદર્શન આપતા જ રહેતા અને તેમનામાં આત્મવિશ્વાસ પ્રગટાવતા રહેતા. ભારતમાં એમણે એવી દૂરંદેશી સેવી હતી કે વિજ્ઞાનક્ષેત્રે વિકાસ પામવા માટે પરદેશી સહાય પર અવલંબન રાખવાને બદલે દેશમાંથી જ યોગ્ય માણસો અને સ્વદેશી

 

સાધનો તૈયાર કરવાં એ જ સ્વાવલંબનનો ગોવર્ષી અને ગણો માર્ગ છે garvi gujarat ના ડૉ. ભાભાના વૈજ્ઞાનિક વિકાસ, સંગઠનચાતુર્ય અને દીર્ઘદષ્ટિને કાળું હર્ટઝ ભારતનો વૈજ્ઞાનિક વિકાસ નક્કર અને સ્થિર પાયા પર થી બેકાળાં વૈજ કિરણોમાં મૂળભૂત સંશોધન કરવાની દષ્ટએ કાર્યક્રમ ગોઠવી તેનો અમલ કરવાની જવાબદારી ડૉ. ભાભાના નેતૃત્વ તળે પાર પડી હતી. અજિતના શાંતિમય ઉપયોગ સંબંધી યોજના - વિચારો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. ભાભાની પ્રમુખપદે વરણી થઇ હતી, જગતે તેમજ આ ક્ષેત્રમાં કરેલા પ્રદાનને આવી મહોર મારી હતી. દેશની પ્રથમ અજુદી અગમ ની રચના પણ એમના નેતૃત્વમાં થઈ.

અણુશક્તિ પંચના રાહબર તરીકે garvi gujarat ના ડૉ, ભાભાની બીજી મોટી કામગીરી તારાપોર અને રાજસ્થાનમાં અણુવિદ્યુત મથકો સ્થાપવા માટેની હતી. અણુશક્તિના રૌદ્ર અને ભદ્ર એમને બંને પાસાંઓનું ડો. બાબાને પૂરતું જ્ઞાન હતું. એમાં ભદ્ર સ્વરૂપની ઉપાસના પ્રત્યે એમનો આગ્રહ રહ્યો હતો. એટલું જ નહિ, પણ દુનિયાના બધા અણુવિજ્ઞાનીઓ આ જમાતમાં ભળે એ માટે વૈજ્ઞાનિક નકશા ઉપર ડૉ. ભાભાને કારણે જ ભારતનું નામ રોશન થઇ ગયું તે નિર્વિવાદ વાત છે.

૧૯૪૮માં ભારત સરકારના અણુશક્તિ પંચની સ્થાપના થઈ, આ પંચના અધ્યક્ષ તરીકે ડૉ. હોમી ભાભાને સ્થાન આપવામાં આવ્યું, થોડા સમય બાદ પરમાણુશક્તિનું ખાતું ઊભું કરીને garvi gujarat ના ડૉ. ભાભાને તેના સચિવ પણ બનાવવામાં આવ્યા. અણુશક્તિ-સંશોધનને વધુ આધુનિક અને સવલતભર્યું બનાવવા માટે મુંબઈમાં ટ્રૉમ્બેમાં અણુસંશોધન કેન્દ્ર ૧૯૫૪માં ઊભું કરવામાં આવ્યું. વિજ્ઞાનીઓને પરદેશમાં સંશોધન માટે જેવા પ્રકારની સગવડો ઉપલબ્ધ હોય છે તેવી જ ઉચ્ચ કક્ષાની સવલતો ભારતના વિજ્ઞાનીઓને મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. આ સંશોધન માત્ર ટેક્નૉલોજી, એન્જિનિયરિંગ કે વિજ્ઞાનનો ખ્યાલ રાખીને નહિ, પણ તેમાં આધુનિક વિજ્ઞાનની અન્ય શાખાઓને પણ સ્થાન આપવામાં આવ્યું. ભારત સ્વતંત્ર થયા બાદ દેશનું વૈજ્ઞાનિક માળખું અને તાસીર બદલવામાં ડૉ. ભાભા અને ડૉ.ભટનાગરનો સૌથી વિશેષ ફાળો છે. ભારતમાં વિજ્ઞાનયાત્રાએ આવનાર માટે મુંબઈનાં બે તીર્થ ડૉ. ભાભાને કારણે જ ઊભા થયાં. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ટ્રૉમ્બનું અણુ સંશોધન કેન્દ્ર તેમની અન્ય અનેક સિદ્ધિઓમાં યશકલગી જેવું કાર્ય હતું. પ્લુટોનિયમ પ્લાન્ટ જ એક અઘરું કામ હતું. કોઈ પણ જાતની પરદેશની સહાયતા વિના ડૉ. ભાભાએ તે સફળ બનાવ્યું.

garvi gujarat ના ડૉ. ભાભા માનતા હતા કે જીવનમાં ગંભીર બાબતો તેમ જ સૌંદર્યમય ચીજો એમ બંનેનો પરસ્પર સંબંધ હોવો જોઈએ. આ બાબત તેમના જીવનમાં ઓતપ્રોત થયેલી જાણવા મળે છે. કોઈક અનુપમ પ્રતિમા જોઈને, કોઈક સંગીતની સૂરાવલિ સાંભળીને કે નૃત્યનો કોઈ કાર્યક્રમ જોતાં તેમનામાં સંવેદનની ભરતી આવતી. પ્રકૃતિના તેઓ પરમ ઉપાસક હતા. કિશોરાવસ્થામાં તેમણે કવિ થવાનાં સ્વપ્નો સેવ્યાં હતાં. તેમને ચિત્રકલા તેમ જ સ્થાપત્યકલામાં ઊંડો રસ હતો. તેઓ સુંદર ચિત્રો દોરતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના રૉજર ફ્રાયે તેમની ચિત્રકળામાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેમણે ઉપયોગી સૂચનો પણ કર્યાં હતાં. તેમના વિદેશવાસ દરમિયાન તેઓ ગમે તે રીતે સમય કાઢી અવારનવાર આર્ટ ગેલેરીઓની મુલાકાત લેતા હતા. લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેઈટ તેમના પ્રિય વિષય હતા. ૧૯૪૮ના લંડનમાં યોજાયેલા રોયલ એકેડેમી ઓફ ઈન્ડિયન આર્ટના પ્રદર્શનમાં તેમનાં ચિત્રોને સ્થાન મળ્યું હતું.ભાભા જગપ્રસદ્ધિ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીના પરમ પ્રશંસક હતા. મુંબઈના જાણીતા સામયિક માર્ગેવિન્ચીની પાંચ સોમી શતાબ્દી પ્રસંગે વિશેષાંક પ્રગટ કર્યો ત્યારે તેનું સંપાદન ડૉ. ભાભાને સોંપાયું હતું. તેમની નિષ્ઠા તો જુઓ, આ અંકનાં સઘળાં પ્રૂફ તેમણે વાંચ્યાં હતાં !

garvi gujarat ના ડૉ. ભાભાને વૃક્ષો ખૂબ ગમતાં, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ માટે મકાનના પાયા ખોદવાની તૈયારી હતી. ભાભા કહે, ઊભા રહો, મને જગ્યા જોવા દો. જગ્યા જોઈ કહે : જરા થોભો, જયાં આપણે મકાન બાંધીએ છીએ તે જગ્યામાં તો સરસ લીલોછમ ૨૫ થી ૩૦ વૃક્ષ ઊભાં છે, હજી તો દેખાવ પરથી આ બધાં વૃક્ષો ઘણી શીળી છાયા આપે તેમ લાગે છે, એનો કાંઈ નાશ કરાય નહિ. પોતે જર્મનીમાં હતા ત્યારે તોતિંગ તેમ જ ઘટાદાર વૃક્ષ એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવાની પ્રક્રિયા તેમણે નજરે જોઈ હતી. વૃક્ષને જરાય આંચ ન આવે તે રીતે સ્થળાંતર કરાતું હતું. એમણે એ જ રીતે આ રિસર્ચ સેન્ટરની જગ્યાનાં વૃક્ષો પણ મૂળથી ખસેડાવ્યાં.

યુરોપના આલ્પ્સની પર્વતમાળાના એ પ્રશંસક હતા. તેના સૌંદર્યના ચાહક હતા. ૧૯૬૬ના જાન્યુઆરી માસમાં જિનીવા ખાતે આંતરરાષ્ટ્રીય અણુપંચની કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ભાગ લેવા તેઓ કાંચનજંપા નામક બોઇંગ વિમાનમાં નીકળ્યાં ૧૧૬ સાથી યાત્રીઓ સાથે વિમાને મુંબઇથી સમયસર ઉડ્ડયન કર્યું. જિનીવા પહોંચવાની તૈયારી હતી. ગણતરીના કલાક જ બાકી હતા. અત્યારે આલ્સની પર્વતમાળા ઉપરથી જ વિમાન ઊડી રહ્યું હતું. જાણે રૂના પોલ ઉપરથી વિમાન ઊડી રહ્યું હતું. બરફમાં સમગ્ર પ્રકૃતિ થીજી થઈ હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. ત્યાં જ જાણે ગગનમાં એક અગનગોળો ફાટે છે અને આભ-ધરતી ધ્રૂજી ઊઠે છે. માઉન્ટ બ્લેન્ક આગળથી પસાર થતું એ વિમાન તૂટી પડતાં પ્રકૃતિના એ ચાહક ભારતના પનોતા પુત્ર છે. ભાભા પ્રકૃતિની ગોદમાં જ ચિરનિંદ્રામાં પોઢી ગયા.

 

Post a Comment

Previous Post Next Post