મહાત્મા ગાંધી ના વિચારો

 મહાત્મા ગાંધી ના વિચારો   મોહનદાસ ક. ગાંધી.....   


હિમાલયનો પરિચય ન હોય. તેનાં દર્શન જ હોય. ગુજરાતને, ભારતને કે વિશ્વને પણ ગાંધીજીનો શો પરિચય કરાવવાનો હોય ? બુદ્ધ, ઈસુની પરંપરાના એ યુગપુરુષ.

 હજારો વર્ષે મળે એવું માનવજાતિનું સુફળ- અમરફળ ! અહિંસા, પ્રેમ અને સત્ય માનવતાનું એ સત્ય યુગે યુગે કોઈક ને કોઈક વ્યક્તિ દ્વારા મૂર્તિમંત થતું હોય છે. આ યુગનો સત્યાવતાર તે મહાત્મા ગાંધી.

છેક કુમારવયથી જ સત્ના પાયા પર જીવનનું ચણતર કરીને ૭૮ વર્ષના જીવનકાળની એક એક પળને તેમણે આ દેશનાં જડ અને કૃત્રિમ મૂલ્યોનું આમૂલ પરિવર્તન કરી નાખવામાં ખર્ચી. અપાર કરુણા અને વત્સલતાથી, સતત ક્રિયાશીલતાથી સત્તાની આકાંક્ષા વિના, ગીતાપ્રોક્ત સ્પૃહારહિત કર્તવ્યબુદ્ધિથી આ દેશન પ્રશ્નોને વિધાયક દૃષ્ટિથી ઉકેલવા પ્રયાસ કરીને આ દેશની દરિદ્ર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને એમણે ઢંઢોળી.

 ભારતની પ્રજામાં મૂલ્યોનું અને સાંસ્કૃતિક વારસાનું તેમણે આત્મભાન પ્રગટાવ્યું. વિશાળ બ્રિટિશ સામ્રાજયને અહિંસાને માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી નાંગર્યો.

આવા મહાન આત્માના લગભગ ત્રણ પેઢીના બહુ આગામી પ્રત્યક્ષ જીવનને તથા સમસ્ત જગતની વર્તમાન તેમ જ ભાવિ વિચારધારાને આવરી લેતા વિશિષ્ટ વ્યક્તિત્વનો ખ્યાલ બેચાર પાનાંમાં તો શું અપાય? એને માટે તો ગ્રંથો જોઈએ.

 એટલે અહીં તો કેવળ એ વિરાટતાનું માત્ર સ્મરણ કરીએ, એમના જીવનની તવારીખી નોંધ અવલોકીએ અને એ સત્યપૂત આત્મકથાની રૂપરેખાની ઝાંખી કરીએ.

ઈ.સ. ૧૮૬૯ની બીજી ઑક્ટોબરે કાઠિયાવાડના ટેકીલા પણ મુત્સદી ઉત્તમચંદ (ઓતા) ગાંધી ના પુત્ર કરમચંદ (કબા) ગાંધી ને ત્યાં એમના ચોથી વારના પત્ની પૂતળીબાઈથી વૈષ્ણવ કુટુંબમાં પોરબંદરમાં એમનો જન્મ. પિતાના ત્રણ પુત્રો, પણ ત્રણ પુત્રોમાં એ સૌથી નાના.

 ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન ગયા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઈ ભારત પાછા ફર્યા. ૧૮૮૧માં શાળાઅભ્યાસ દરમિયાન શ્રવણની પિતૃભક્તિ અને હરિશ્ચંદ નાટકની એમના પર ખૂબ ઊંડી અસર થઈ જે જીવન પર્યંત રહી.

 પરિણામે સત્યવાદી થવાનો સંકલ્પ એમણે જીવનભર પાળ્યો. ૧૮૮૩માં ગોકુલદાસ મકનજી નામના વેપારીનાં પુત્રી કસ્તૂરબાઈ સાથે લગ્ન થયું. સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ તરત જ એમની કસોટી કરી. ૧૮૮૪-૮૫માં બીડી પીવાનો તેમ જ દેખાદેખીએ માંસ ખાવાનો પ્રયોગ કર્યો, પરંતુ આ માટે માતાપિતા આગળ જૂઠું બોલવાને કારણે તેમને અસહ્ય પશ્ચાત્તાપ થયો.

 પછી વચેટભાઈનું કરજ કાપવા ચોરી કરવામાં તેને મદદ કરી. પિતાને ચિઠ્ઠી લખી દોષ કબૂલ કર્યો. પિતાજીના અશ્રુબિંદુએ તેમને વીંધ્યા ને સહજ રીતે તેમની પાસેથી જ અહિંસાની શક્તિનો પહેલો પદાર્થપાઠ શીખ્યા. તેમના ૧૭મે વર્ષે પિતાનુ મૃત્યુ થયું. મૃત્યુ સમયે બિછાના પાસે હોવાને બદલે પત્ની સાથે હોવાની નિખાલસ કબૂલાત કરી પશ્ચાત્તાપ કર્યો.

૧૮૯૩માં મુંબઈમાં વકીલાત કરી જોઈ પણ મુશ્કેલ લાગવાથી રાજકોટ પાછા ફર્યા, પણ કાઠિયાવાડ કાવાદાવાથી ઝેરી એવા વાતાવરણથી અકળાઈને પોરબંદરની એક મેમણની પેઢીના દક્ષિણ આફ્રિકામાં ચાલતા મોટા મુકદ્દમામાં મદદ કરવાની નોકરીની તક મળતાં આફ્રિકા જવા ઊપડ્યા.

૧૮૯૪માં આફ્રિકા નાતાલની કોર્ટમાં સૌપ્રથમ હિંદી વકીલ તરીકે પ્રવેશ મળ્યો. યુરોપિયનો તરફથી હિંદીઓને ડગલે ને પગલે થતા અપમાનનો એમણે જાતઅનુભવ કર્યો. પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં કેવળ રંગભેદને કારણે આગગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા.

વિશિષ્ટ કૃતિઓ : સત્યના પ્રયોગો (આત્મકથા)ખરી કેળવણીપાયાની કેળવણીશિક્ષણનું માધ્યમહિંદ સ્વરાજનીતિનાશને માર્ગેઅનાસક્તિયોગગીતાબોધધર્મમંથન,

મારા સ્વપ્રનું ભારત.


Post a Comment

Previous Post Next Post