મોરારજી દેસાઈ ભારતના પહેલા ગુજરાતી વડા પ્રધાન અને શિસ્તપ્રિય અધિનાયક

 


ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ....

એક સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મીને કેવળ પોતાના જ પુરુષાર્થથી ભારતના વડા પ્રધાનપદના આ સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર મોરારજી દેસાઈનો જન્મ ગુજરાત ના સુરત જિલ્લાના ભદેલી ગામમાં તેમના મોસાળમાં થયો  હતો. મોરારજીભાઈની ચડતીનો ઇતિહાસ કોઈ ગમારની કથા નથી.

 તેમાં નથી કારણભૂત કોઈ સંતના આશીવિદ કે નથી કોઈ કુટુંબીજનન લાગવગની પહોંચ, પરંતુ એમની પ્રગતિ માત્ર કર્તવ્યનિષ્ઠા અને પરિશ્રમને જ આભારી છે. પિતા છોડ દેસાઈ આજીવન શિક્ષક હતા, એમનું વતન વલસાડ પાસે, ભાવનગર રાજ્યના શિક્ષાખાતામાં નોકરી મળતાં એમણે પચીસ વર્ષ સુધી ભાવનગર, કુંડલા અને મહુવાની શાળાઓમાં કામ કર્યું હતું.

 પિતાની બદીઓને સ્થળે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લેવાનું બન્યું. આપણા મનમાં મોરારજીભાઈની જે કડકાઈભરી છબી છે તેથી વિપરીત તેમનું બાળપણ હતું. તેઓ નાનપણથી સ્વભાવે પોચા અને બીકણ હતા, પરંતુ અભ્યાસમાં એ હંમેશા પહેલો નંબર રાખતા એટલે સૌ એમની સાથે આદરથી વર્તતા. ઈ. ૧૯૧૧માં તેઓ મેટ્રિકમાં ઊંચે નંબરે પાસ થયા,

 તેમના પંદરમા વર્ષે તેમનું વૈવિશાળ જોગીભાઈ સાઈની પુત્રી ગજરાબહેન સાથે નક્કી થયું, પરંતુ તેમના લગ્નના બે જ દિવસ પહેલાં રણછોડજીભાઈએ કૂવામાં પડીને કોઈ અકળ કારણસર આત્મહત્યા કરી હતી. પિતાનું અવસાન થતાં તેમ જ પોતે સંસાર માંડતાં બહોળા કુટુંબના ભરણપોષણની જવાબદારી તેમના પર આવી પડી. એમના પછી ત્રણ ભાઈઓ, ત્રણ બહેનો, એ દાદી, માતા અને પત્ની મળી કુટુંબમાં દસ જણ હતાં. મોટા પુત્ર તરીકે કુટુંબની જવાબદારી એમને શિરે આવી

મોરારજીને તો આગળ ભણવું હતું, પણ સંજોગો તેમની તરફેણમાં ન હતા. પણ જાણે ઈશ્વરે મદદ કરી હોય તેમ ભાવનગરના મહારાજાએ તેમને દર મહિને રૂ. ૧૦ની સ્કોલરશિપ આપી અને મોરારજી કૉલેજના અભ્યાસાર્થે મુંબઈ ગયા. મુંબઈની ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં મફત રહેવાની, જમવાની ઉપરાંત કપડાં અને પુસ્તકો પણ મળવાની સગવડ થઈ ગઈ, એટલે તેમણે વિલ્સન કૉલેજમાં ઍડિમશન લઈ લીધું.

 કૉલેજના અભ્યાસ દરમ્યાન મોરારજી તેમને મળતી દસ રૂપિયાની સ્કૉલરશિપ માતાને મોકલી આપતા. પોતે ટ્યૂશન દ્વારા થોડી આવક ઊભી કરીને અંગત ખર્ચ કાઢતા. એમની રહેણીકરણી બિલકુલ સાદી હતી. તેથી ગાડું નભી ગયું. સ્વતંત્ર રીતે એકલા રહેવાનું કારણ મળવાથી તેમને જવાબદારીનું ભાન થયું, આત્મવિશ્વાસ વધ્યો, શરીર સુધર્યું, ડરપોકપણું જતું રહ્યું. અખાડામાં તેઓ કસરત કરતા હતા એટલે શરીર પણ તાકાતવાળું બન્યું હતું. એક વાર તો બોર્ડિંગના યુવાન ચોકીદારને કુસ્તીમાં હરાવી દીધો હતો !

જી.ટી. બોર્ડિંગના પુસ્તકાલયમાં મોરારજીભાઈને બર્નાર્ડ મેકહેડનના ફિઝિકલ કલ્ચરના પાંચ ગ્રંથોના એન્સાયક્લોપીડિયાના ગ્રંથો મળ્યા. તેઓ આ ગ્રંથો રસપૂર્વક વાંચી ગયા. તેમાંથી કુદરતી ઉપચાર વિષે શ્રદ્ધાં પ્રગટી. મોરારજીભાઈને મૅચો જોવાનો જબરો શોખ હતો. ટિકિટનો ખર્ચ કરવો તો પાલવે તેમ જ ન હતો એટલે ચોકીદારની નજર ચૂકી છાનામાના ધૂસી જતા. આ રીતે તેમણે ચાર વર્ષ સુધી મૅચો જોઈ હતી!

બી.એ.માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થવાને પરિણામે એમને મહિને પચાસ રૂપિયાની ફેલોશિપ મળી. એ અરસામાં બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ માટેની એક જગ્યામાં ઇન્ટરવ્યુ આપવા ગયા. ત્યાં ભારે આત્મવિશ્વાસભર્યા જવાબો આપવાથી તેમને તે નોકરી મળી ગઈ. માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઇ. ૧૯૧૮માં પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમણે નોકરીનો પ્રારંભ કર્યો.

 એ સ્થાનેથી પ્રજાસેવાની મળતી તકો તેમણે ઝડપી લીધી. એમણે ખેડા, થાણા, ભરૂચ, પંચમહાલ અને અમદાવાદ - જ્યાં તેમણે કામ કર્યું ત્યાં ત્યાં તેમણે માન અને પ્રેમ જીતી લીધેલાં, ગોધરાનાં કોમી રમખાણોને તેમણે કડક હાથે દાબી દીધેલાં. તે બાબતમાં ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થતાં આશાસ્પદ ભાવિની દરકાર કર્યા વિના ૧૯૩૦માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

Post a Comment

Previous Post Next Post